હાલોલ: હાલોલમાં બ્રહ્મસમાજ દ્વારા 'પરશુરામ પ્રીમિયર લીગ' ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન, સમાજમાં એકતાનો સંદેશ
હાલોલ શહેરમાં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ માતૃ સંસ્થાના સૌજન્યથી ભવ્ય 'પરશુરામ પ્રીમિયર લીગ' ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.સમાજના યુવાનોમાં ખેલદિલી વધે અને સમગ્ર સમાજમાં એકતાની ભાવના મજબૂત થાય તેમજ બ્રહ્મસમાજનું ગૌરવ વધે તેવા ઉમદા હેતુ સાથે આ રમત ઉત્સવનું આયોજન કરાયું છે.