કાલોલ: કાલોલની હાઉસિંગ સોસાયટીના ગરબામાં આઠમે ભારે ભીડ: સાંસદ સહિત અગ્રણીઓ ગરબે ઘૂમ્યા
આસો નવરાત્રિના પવિત્ર આઠમના નોરતે કાલોલની હાઉસિંગ સોસાયટી સ્થિત સુવર્ણ હોલ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ અને દર્શકોની ભારે ભીડ જોવા મળી.સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત તમામ રાજકીય અને સામાજિક આગેવાનોએ ખેલૈયાઓ સાથે તાલ મિલાવીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.