હાલોલ: ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિના અદ્ભુત પ્રયોગો હાથ ધરાયા
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે ઉનાળુ ઋતુના પ્રાકૃતિક કૃષિના અદ્ભુત મોડેલો તૈયાર કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે શનિવારના રોજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ કિચન ગાર્ડનમાંથી વિવિધ પાકોની સફળતાપૂર્વક કાપણી કરવામાં આવી હતી.ચોમાસુ ઋતુના પ્રારંભને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર PSDS અંતર્ગત અનેક પ્રકારના પાકોના બીજોનુ વાવેતર કર્યું હતુ