સુરતના નાસીરનગરના અસરગ્રસ્તોને નહીં મળે આવાસ! | મનપાની સામાન્ય સભામાં મોટો નિર્ણય
સુરતના નાસીરનગરમાં થયેલા ડિમોલિશન બાદ અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ નહીં આપવાનો સુરત મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ કમિટી બાદ હવે મનપાની સામાન્ય સભામાં પણ આવાસ નહીં ફાળવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. મનપાના જણાવ્યા અનુસાર, વર્ષ 1980માં નાસીરનગર વિસ્તારમાં રોડલાઇન મંજૂર કરવામાં આવી હતી. તે સમયે જગ્યા ખુલ્લી હતી અને ત્યારબાદ ગેરકાયદે વસવાટ શરૂ થયો હતો. જાહેર રસ્તા કે રોડલાઇન પર દબાણ કરીને રહેતા લોકોને આવાસ આપવાની કોઈ નીતિ ન હોવાથી સહાય કે મકાન ફાળવી શકાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ, કોંગ્રેસના કોર્પોરેટર અર્શદ જરીવાલાએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે હાઈકોર્ટમાં અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા અને શાસકોની દરખાસ્ત વચ્ચે વિરોધાભાસ હોવાનો આક્ષેપ કર્યો હતો.
#સુરત #નાસીરનગર #નાસીરનગરડિમોલિશન #સુરતસમાચાર #સુરતમહાનગરપાલિકા #મનપાનિર્ણય #આવાસમુદ્દો #ડિમોલિશન #અર્શદજરીવાલા #કોંગ્રેસ #ગુજરાતસમાચાર #ગુજરાતીન્યૂઝ #સુરતન્યૂઝ #હાઈકોર્ટ #વૈકલ્પિકઆવાસ #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Nov 24, 2026