રાપર: રાપર મધ્યે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
Rapar, Kutch | Apr 14, 2026 ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ નિમિત્તે રાપર શહેરમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા ભાવવંદના અને પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. રાપર વિધાનસભાના ભાજપ અને કોંગ્રેસ પરિવાર દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરી તેમના સામાજિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.