ઘોઘંબા: રાજગઢ પોલીસે ઉડવા ગામના બૂટલેગરને ઇકો ગાડીમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો: રૂ. ૨.૮૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
રાજગઢ પોલીસે બાતમીના આધારે ધનેશ્વર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવીને ઉડવા ગામના બૂટલેગર ટીનાભાઈ લાલસીંગભાઈ રાઠવાને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો છે.આરોપી પોતાની મારૂતિ ઇકો ગાડીમાં દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તલાશી લેતા ગાડીમાંથી ₹૭૭,૩૬૦ ની કિંમતની માઉન્ટ્સ ૬૦૦૦ બિયરની ૧૫ પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત ₹૩ લાખની ઇકો ગાડી અને ₹૫,૦૦૦ નો મોબાઈલ મળી કુલ ₹૩,૮૧,૮૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.રાજગઢ પોલીસે આરોપીની