શહેરા: શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ આજે શહેરાના સલામપુર ગામે સિનિયર સિટીઝનોની મુલાકાતે પહોંચ્યા હતા
શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ આજે શહેરાના સલામપુર ગામે સિનિયર સિટીઝનોની મુલાકાતે પહોંચ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના સફળતા પૂર્વક 12 વર્ષ પૂર્ણ થતાં ધારાસભ્યએ ગામના સિનિયર સિટીઝનોની મુલાકાત લીધી.સિનિયર સિટીઝનોની મુલાકાત દરમિયાન ધારાસભ્ય એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત માહિતી આપી.આ ઉપરાંત કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે પણ વરિષ્ઠ નાગરિકોને માહિતગાર કર્યા હતા