રાપર: રાપર પંચાયત ચૂંટણી: ક્યાંક ઉત્સાહ તો ક્યાંક ઉદાસી, સરેરાશ ૫૭.૧૮% ‘ઠંડુ’ મતદાન,આવતીકાલે યોજશે મતગણતરી...
Rapar, Kutch | Apr 27, 2026 રાપર તાલુકા પંચાયતની ૨૪ અને જિલ્લા પંચાયતની ૫ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જોકે, આ વખતે મતદારોમાં અગાઉ જેવો ઉત્સાહ જોવા મળ્યો નથી. ગત ચૂંટણીઓની સરખામણીએ આ વર્ષે રાપર તાલુકામાં સરેરાશ માત્ર ૫૭.૧૮% જેટલું ઓછું મતદાન નોંધાતા રાજકીય પક્ષો અને ઉમેદવારોના ગણિત ઉલઝાઈ ગયા છે.