સુરત બ્રેકિંગ
સુરતના વરાછા વિસ્તારની ઘટના
ફેસબુક પર મિત્રતા બાદ કાપોદ્રાના કાપડ વેપારીએ લગ્નની લાલચ આપી વિધવાનું બે વર્ષ યૌન શોષણ કર્યું
સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી બે વર્ષ સુધી યૌન શોષણ કરાયું હોવાની ઘટના સામે આવી
કાપોદ્રાના એક કાપડ વેપારીએ મહિલાનો વિશ્વાસ જીતી શારીરિક સંબંધો બાંધ્યા
કોર્ટ કેસના બહાને રૂ. 4 લાખ પણ પડાવી લીધા
આખરે કંટાળેલી પીડિતાએ વેપારી વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
અશ્વિનીકુમાર પોલીસે ગુનો નોંધી આરોપી કાપડ વેપારી રમેશ સાંખટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
Udhna, Surat | Jun 23, 2026