હાલોલ: પાવાગઢ ડુંગર પર પાણીની ભયાનક કટોકટી,તંત્ર મોડે મોડે જાગ્યું,ઐતિહાસિક તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ
સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ ડુંગર પર છેલ્લા 15 થી 20 દિવસથી પીવાના પાણીની સર્જાયેલી ગંભીર કટોકટી બાદ આખરે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ડુંગર પર આવેલા ઐતિહાસિક છાસિયા તળાવ તેમજ દુધિયા તળાવને ઊંડા કરવાની કામગીરીના આજે વિધિવત શ્રીગણેશ કરવામાં આવ્યા છે.જોકે, ચોમાસું માથે હોવા છતાં અત્યારે લેવાયેલા આ નિર્ણયને પગલે તંત્રની નીતિ સામે સ્થાનિકોમાં ગણગણાટ પણ શરૂ થયો છે.