લખપત: કોટેશ્વરના પ્રતિબંધિત વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ શખ્સો ઝડપાયા
Lakhpat, Kutch | Apr 5, 2026 કોટેશ્વરના પ્રતિબંધિત વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ શખ્સો ઝડપાયા કચ્છના કોટેશ્વર સ્થિત BSFના પ્રતિબંધિત ક્ષેત્રમાં પરવાનગી વગર પ્રવેશવા બદલ એલસીબીએ ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારના ત્રણ શખ્સોની અટકાયત કરી છે. પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન મળતા નારાયણ સરોવર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. સરહદી સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ સતર્ક બની છે.