કાલોલ: દેલોલની BOB બેંકમાં ધોળા દિવસે ખેડૂતના રૂ. 1.60 લાખની ચોરી કરી અજાણ્યો છોકરો ફરાર, CCTV માં દ્રશ્યો થયા કેદ
કાલોલ તાલુકાના દેલોલ ગામ સ્થિત બેંક ઓફ બરોડા શાખામાં ધોળાદિવસે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેશ કાઉન્ટર પર રૂપિયા જમા કરાવવા ઉભેલા ઝાંખરીપુરાના ખેડૂત ખાતેદારની થેલી બ્લેડથી કાપી રૂ. 1.60 લાખની રોકડની ઉઠાંતરી કરવામાં આવી હતી.