રાપર: પલાસવામાં ઝેરી દવા પી લેનાર ૨૫ વર્ષીય યુવાનનું કરુણ મોત નિપજ્યું
Rapar, Kutch | Apr 9, 2026 પલાસવા ગામે રહેતા ૨૫ વર્ષીય યુવકે પોતાના ખેતરમાં શાકભાજીમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવા પીધા બાદ યુવાનની તબિયત લથડતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી.યુવાનને તાત્કાલિક સારવાર માટે રાપર ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે રાધનપુર લઈ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર સમયે દમ તોડ્યો હતો.