રાપર: રૂ.698 કરોડના ખર્ચે ચિત્રોડ-બાલાસર હાઈવે બનશે 10મી.પહોળો,કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી
Rapar, Kutch | Apr 5, 2026 ગુજરાતમાં રોડ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ જિલ્લા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજમાર્ગ-927 (સી) પર આવેલા ચિત્રોડ-રાપર-બાલાસર વિભાગને અપગ્રેડ કરવા માટે રૂ. 698.78 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ અંગેની માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા મારફતે આપી હતી.