હાલોલ: પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
પાવાગઢ નજીક આવેલી કંકુની વાડી પાસે આજે શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ટ્રાવેલ્સ લક્ઝરી બસે બાઇકને જોરદાર અડફેટે લેતાં બાઇક ચાલક યુવક આદિત્ય ભાટિયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવક મીત પટેલને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.