શહેરા: શહેરા-સંભાલી રોડ પરથી ક્રેટા કારમાં લઈ જવાતા ₹8.32 લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમને શહેરા પોલીસે ઝડપ્યો
શહેરા પોલીસે બાતમીના આધારે શહેરા-સંભાલી રોડ પર વોચ ગોઠવી હ્યુન્ડાઈ ક્રેટા કાર આંતરી હતી. તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી 902 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 3,32,376 થાય છે. પોલીસે કાર ચાલક સોહનસિંહ ફતેસિંહ સિસોદીયા, ઉં.વ. 32, રહે. અદવાસ ધીમડી ફળીયુ, તા. સરાડા, જિ. ઉદયપુર, રાજસ્થાનની ધરપકડ કરી દારૂ અને વાહન મળી કુલ 8.37 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.