વડોદરાના એકમાત્ર ગણાતા સયાજીબાગને બચાવવા મોર્નિંગ વોકર્સ મેદાને ઉતર્યા છે. પૂર્વ વિપક્ષ નેતા અમી રાવત સાથે મોર્નિંગ વોકર્સે નવનિર્મિત સેવા સર્કલ પાસે દેખાવો કરી ‘કમાટીબાગ બચાવો, વડોદરા બચાવો’ના નારા લગાવ્યા. સયાજીબાગમાં થઈ રહેલા કોંક્રિટના કામ તેમજ બિનજરૂરી પ્લાસ્ટિકના માળખા, ગ્રીલ્સ અને જૂના શૌચાલયો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. ‘વિકાસ’ના નામે બગીચાની ઐતિહાસિક ઓળખ નષ્ટ થતી હોવાનો આક્ષેપ કરી કામ અટકાવવાની માંગ કરાઈ છે.
#Sayajibaug #KamatiBaug #Vadodara #SaveKamatiBaug #MorningWalkers #HumDekhengeNews