હાલોલ: લોકપ્રિય કલાકાર ઉમેશ બારોટની ગુજરાતી ફિલ્મ શિવ સિનેમાઘરોમા રિલીઝ,સિનેમેરા મલ્ટિપ્લેક્સ ખાતે ભવ્ય પ્રીમિયર શો યોજાયો
ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર ઉમેશ બારોટની મોસ્ટ અવેટેડ નવી ગુજરાતી ફિલ્મ 'શિવ' સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં ધમાકેદાર રીતે રિલીઝ થઈ ચૂકી છેજેમાં હાલોલની સિનેમેરા મલ્ટિપ્લેક્સ ખાતે તા.22 મે શુક્રવારના રોજ રાત્રે ભવ્ય પ્રીમિયર શો યોજાયો હતો આ ખાસ શોમાં મોટી સંખ્યામાં સિનેરસિકો અને જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનોએ ઉમેશ બારોટની શાનદાર એક્ટિંગને દિલથી બિરદાવી હતી