મોરવાહડફ તાલુકાના સાલીયા (સંતરોડ) ગામના કોંગ્રેસી કાર્યકર ભેમાભાઈ નાથાભાઈ પટેલે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ભેમાભાઈ પટેલે મોરવાહડફ તાલુકા કોંગ્રેસ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સંબોધીને લેખિત રાજીનામું આપ્યું છે.