આણંદ: ચાવડાપુરા ચર્ચ ખાતે શુભ શુક્રવારના દિને પ્રભુ ઈસુની વેદના દરમિયાનના ૧૪ સ્થાનો ઉપર ક્રૂસ ના માર્ગની જીવંત ભક્તિ કરવામાં
Anand, Anand | Apr 3, 2026 નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા -જીટોડીયા ખાતે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રૃસ ઉપરનું મૃત્યુ એટલે કે શુભ શુક્રવારની ઉજવણી કરવામાં આવી હતી.ફાધર જીમ્મી ડાભીએ આજના દિવસે ધર્મ બોધ આપતા જણાવ્યું કે આપણા જીવનમાં વિવિધ પ્રકારના ક્રોસ આવે છે તેને સમજવાની જરૂર છે અને પ્રભુ ઈસુની માફક ક્રોસને ઊંચકવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રભુ ઈસુનું વધસ્થંભ ઉપરનું મૃત્યુ એ સમગ્ર માનવજાત માટે પોતે વહોરેલું મૃત્યુ છે.