વટવાના ઇન્ડો-જર્મન ટૂલ રૂમના વિદ્યાર્થીઓએ ખોરાક અને પીવાના પાણીની સુવિધાઓને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે તેઓ છેલ્લા બે વર્ષથી આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, અનેક વખત ફરિયાદ કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે જ, ફરિયાદ ઉઠાવ્યા બાદ KT મૂકવાની અને એડમિશન રદ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.
મીડિયા પ્રતિનિધિઓને પણ કેમ્પસની અંદર જઈ વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. સમગ્ર મામલે સંસ્થાના પ્રશાસનનો પક્ષ હજુ મળવાનો બાકી છે.
[વિદ્યાર્થીઓની ફરિયાદ, ખોરાક અને પાણીની સમસ્યા, ઇન્ડો-જર્મન ટૂલ રૂમ, વટવા, પ્રશાસન, ગ્રાઉન્ડ રિપોર્ટ]
#Vatva #StudentVoice #GroundReport #Amdavad #StudentIssues