કાલોલ: બોરુ ટર્નિંગ પાસે ટ્રેક્ટરમાં જોખમકારક રીતે ભારે રોડનું વહન, અકસ્માતનો ભય
કાલોલ શહેરના બોરુ ટર્નિંગ પાસેથી આજે સાંજે આશરે ૬ વાગ્યાના અરસામાં ટ્રેક્ટરમાં ભારે લોખંડના રોડ જોખમકારક રીતે વહન કરવામાં આવી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ટ્રેક્ટરમાં રોડને માત્ર દોરડાથી બાંધીને લઈ જવામાં આવતા હોવાથી માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોની સલામતી સામે સવાલો ઉભા થયા છે.