કાલોલ: પાવાગઢ ખાતે નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય યજ્ઞ: કાલોલના ડૉ. સુનિલ પરમાર નિઃશુલ્ક તબીબી સેવાઓ આપી.
પવિત્ર નવરાત્રિના દિવસોમાં પાવાગઢ ખાતે જગદંબા શ્રી કાલિકા માતાજીનાં દર્શનાર્થે ઉમટી રહેલા લાખો શ્રદ્ધાળુઓની આરોગ્ય સુરક્ષા અને સુખાકારી માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ, પાવાગઢ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ટ્રસ્ટના વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે નિઃશુલ્ક દવાઓ અને મેડિકલ ઇમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સેવાકીય અભિયાન અંતર્ગત કાલોલના જાણીતા તબીબ ડૉ. સુનિલ પરમાર દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની નિઃશુલ્ક તબીબી સેવાઓ અર્પણ