હાલોલ: મલાવ ચોકડી પાસે એક્ટિવા સ્લીપ થતા સર્જાયો અક્સ્માત,યુવક ગંભીર ઇજાગ્રસ્ત
હાલોલના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા જીગ્નેશભાઈ દરજી પોતાની એક્ટિવા લઈને અંગત કામસર આજે ગુરુવારના રોજ કાલોલ તરફ ગયા હતા.કામ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન મલાવ ચોકડી પાસે અચાનક તેમની એક્ટિવાનું સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા એક્ટિવા સ્લીપ થઈ ગઈ હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે જીગ્નેશભાઈ રોડ પર પટકાતા તેમને માથાના ભાગે તેમજ બંને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી