હાલોલ: હાલોલની કલ્પવૃક્ષ સોસાયટીમા એસી લેવા આવેલા ભાઈ પર બહેન અને બનેવીએ હુમલો કર્યો,યુવક થયો ઇજાગ્રસ્ત
હાલોલ શહેરની કલ્પવૃક્ષ સોસાયટી માં તા.9 મે શનિવારના રોજ એક યુવક સાથે મારામારીની ઘટના સામે આવી છે. લુણાવાડાના રહેવાસી સંજયભાઈ વાળંદ શનિવારે પોતાની બહેનના ઘરે હાલોલ આવ્યા હતા.અગાઉ પોતાની બહેનના ઘરે એસી ફિટ કરાવ્યું હતું અને તે એસી લેવા માટે તેઓ આવ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો.