હાલોલ: હાલોલમાં સાઇનબોર્ડ ઉતારતી વખતે વીજ કરંટ લાગતા એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો
હાલોલના માનસરોવર કોમ્પ્લેક્સ ખાતે તા.10 એપ્રિલ શુક્રવારના રોજ સાઇનબોર્ડ ઉતારવાની કામગીરી દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચાર શ્રમજીવીઓ દ્વારા લગભગ 25 ફૂટની ઊંચાઈએ પાલક બાંધીને કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે એલ્યુમિનિયમની ચેનલ ઉતારતા તે નજીકમાંથી પસાર થતી 11 કેવી ની વિજલાઈન સાથે અથડાઈ જતા એક શ્રમજીવીને વીજ કરંટ લાગ્યો હતો.ઇજાગ્રસ્ત વિનોદને તાત્કાલિક સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો