શહેરા: શહેરાના છોગાળા ગામે મકાનની દિવાલ ધરાસાઇ થતાં દીવાલ નીચે દબાઈ જતા દાદી અને પૌત્રનું કરુણ મોત
શહેરા તાલુકાના છોગાળા ગામના કલારિયા ફળીયામાં મકાનની દીવાલ ધરાસાઈ થતાં બે ના મોત થયાની ઘટના સામે આવી હતી.ભારે પવન અને વરસાદને કારણે દિવાલ નીચે દબાઈ જતા દાદી અને પૌત્રનું કરુંણ મોત નિપજ્યું હતું,જેમાં ૪૨ વર્ષીય મહિલા સોકલીબેન વણઝારા અને ૭ વર્ષના ધાર્મિક નામના બાળકનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.