હાલોલ: હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના પ્રમુખ સ્વ.પ્રફુલચંદ્ર શાહની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના પ્રમુખ શ્રી પ્રફુલચંદ્ર મોહનલાલ શાહનું ગત રવિવાર, ૩૧મી મેના રોજ ૮૫ વર્ષની વયે મુંબઈ ખાતે ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું. તેમના અવસાનથી સમગ્ર હાલોલ નગરમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ શૈક્ષણિક સંસ્થાને કદી ન પુરાય તેવી ખોટ પડી છે, ત્યારે દિવંગત આત્માના શ્રેયાર્થે સંસ્થાના ગોધરા રોડ સ્થિત એમ એન્ડ વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સોમવારે એક ભવ્ય પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.