રાપર: કચ્છના નાના રણમાં ધૂળની ડમરીઓને કારણે ગોઝારો અકસ્માત: પિતા-પુત્રના મોત, 6 ઈજાગ્રસ્ત
Rapar, Kutch | May 2, 2026 મળતી માહિતી મુજબ, ગઈકાલે બપોરે અંદાજે 3:30 વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. પરિવાર જ્યારે મેડકબેટ અને વાછરાજદાદા મંદિર વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રણમાં અચાનક પવન ફૂંકાવાને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. ધૂળને કારણે દૃશ્યતા શૂન્ય થઈ જતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તા પરથી નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી.