કાલોલ: પાલિકાનું મુખ્ય બજારોમાં મેગા દબાણ હટાવ અભિયાન, 100 થી વધુ ગેરકાયદે દબાણો પર JCB ફેરવ્યું
કાલોલ મામલતદાર અને પોલીસની હાજરીમાં સ્ટેશન રોડ, નવું બજાર, ભાથીજી મંદિર તથા પોસ્ટ ઓફિસથી પાલિકા ભવન સુધીના માર્ગો પરથી ૧૦૦થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. લારી-ગલ્લા સહિતના નડતરરૂપ દબાણો હટાવવાની સાથે કેટલાક વેપારીઓ પાસેથી દંડ પણ વસૂલાયો હતો.