શહેરા: પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે અમુલ ફેડરેશનની બોર્ડ મિટિંગમાં હાજરી આપી હતી
આણંદ ખાતે આવેલ GCMMF અમુલ ફેડરેશનની બોર્ડ મિટિંગ યોજાઈ હતી,જેમાં ફેડરેશનના કાર્યો, નીતિગત નિર્ણયો અને ભાવિ યોજનાઓ પર ચર્ચા થઈ હતી,આ મિટિંગમાં ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, MD જયેનભાઈ મહેતા તેમજ પંચમહાલ ડેરીના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સહિત રાજ્યના વિવિધ દૂધ સંઘોના ચેરમેન હાજર રહ્યા હતા.