શહેરા: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ વચ્ચે શહેરામાં પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી
શહેરામાં આવેલ એચપી પેટ્રોલ અને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ તેમજ મોરવા(રેણાં) અને નાંદરવા સહિતના વિસ્તારમાં આવેલા વિવિધ પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી.શહેરા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓને પગલે પેટ્રોલ પંપો ઉપર દોડી આવ્યા હતા,જ્યાં વાહન ચાલકો પેટ્રોલ અને ડીઝલ ભરાવા માટે લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા.