હાલોલ: હાલોલ રોડ પર અકસ્માતનો ભોગ બનેલી ગાયને તબીબોએ આપ્યું નવજીવન
સેવા એ જ પરમો ધર્મ’ સૂત્રને સાર્થક કરતી એક પ્રેરણાદાયી ઘટના હાલોલ બાયપાસ રોડ પર સામે આવી છે.અહીં એક અજ્ઞાત વાહનની ટક્કરથી એક ગાય રસ્તાની વચ્ચે ગંભીર રીતે ઘાયલ થઈને તરફડી રહી હતી.તે જ સમયે ત્યાંથી પોતાની ફરજ પર પસાર થઈ રહેલા મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી ના કર્મનિષ્ઠ તબીબો ડૉ. ઉર્વશી અને ડૉ. શૈશવની નજર આ ગાય પર પડી હતી અને ગાયની સારવાર કરી તેનો જીવ બચાવ્યો હતો