રાપર: કાનમેર ગામમાં જુગાર રમતા ૨ શખસો ઝડપાયા, ૨ પલાયન
Rapar, Kutch | Apr 11, 2026 કાનમેર ગામે જીવણી સતીમાતાના મંદિરની સામે આવેલી ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. પોલીસે આ સ્થળે દરોડો પાડ્યો હતો અને ગામમાં રહેતા આરોપી નાગદાન જબરદાન ગઢવી તથા મહેશ ઉર્ફે ગુંડો રામજી વાઘેલાની ધરપકડ કરી લીધી હતી,૧૦,૫૮૦નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.