હાલોલ: હાલોલમાં મોહરમ પર્વને લઈ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી સમયમાં આવનાર મુસ્લિમોના પવિત્ર તહેવાર મોહર્રમ પર્વની ઉજવણી હાલોલ નગરમાં હર્ષ ઉલ્લાસપૂર્વક કરવામાં આવનાર છે.તે અંતર્ગત આજે શુક્રવારે હાલોલ ટાઉન પોલીસ મથકે પીઆઈ એન.કે.દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા હિન્દુ તેમજ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા