હાલોલ: હાલોલ કોર્ટના દસ્તાવેજ છેડછાડમાં વકીલ કે.ડી. ઠક્કરને વધુ એક ઝટકો,સેશન કોર્ટમાં જામીન અરજી ફગાવાતા હજી જેલમાં જ રહેશે
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી એડિશનલ સેશન્સ કોર્ટમાં સોગંદનામાવાળી અરજીમાં છેડછાડ કરીને ખોટા દસ્તાવેજ રજૂ કર્યાના ગંભીર આક્ષેપો હેઠળ નોંધાયેલા ગુનામાં પ્રેક્ટિસિંગ વકીલ કે.ડી. ઠક્કરને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સેશન કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની રેગ્યુલર જામીન અરજી નામંજૂર થતાં તેમને વધુ સમય સુધી ન્યાયિક હિરાસતમાં રહેવું પડશે.