હાલોલ: પાવાગઢ ડુંગર પર દીપડો દેખાતા વાયરલ વિડિયો બાદ વન વિભાગ એક્શનમાં, દિપડાને પકડવાની કાર્યવાહી તેજ
પાવાગઢ ડુંગર પર છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હલચલને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.વાયરલ થયેલા વિડિયોને પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. વન વિભાગની ટીમે પાવાગઢ ડુંગર પર સ્થળ મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી. સાથે સાથે સ્થાનિક લોકો અને ગામના સરપંચ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.