હાલોલ: હાલોલમાં આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું,હાલોલ પ્રાંત અધિકારીએ સ્થળ નિરીક્ષણ કર્યું
હાલોલ બાયપાસ રોડ પર ભંગાર અને સ્ક્રેપના ગોડાઉનમાં સોમવારે લાગેલી આગ બાદ ચારેક અન્ય ગોડાઉનો, કેટલાક વાહનો તેમજ ત્રણ રહેઠાણના મકાનો સુધી આગ પ્રસરી જતાં ફાયર વિભાગની ટીમોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મોડી રાત સુધી ચાલેલી કામગીરી બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આ ઘટનાના પગલે હાલોલ પ્રાંત અધિકારી જે.ડી.પટેલે સ્થળ મુલાકાત લઈ આસપાસ આવેલા ગોડાઉનો અંગે માહિતી મેળવી હતી.