મણિનગર: Amc ની હાઉસિંગ કમિટી દ્વારા શહેરના આવાસમાં તપાસ
AMC હાઉસિંગ કમિટીની બેઠકમાં શહેરમાં 13,779 મકાનોનું ચેકિંગ કરાયું હતું. કમિટીના ચેરમેન દર્શન શાહના જણાવ્યા મુજબ, તપાસમાં 7,422 મકાનો બંધ મળ્યા, જ્યારે નિયમભંગ બદલ 72 મકાનો સીલ કરાયા છે. ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2,755 મકાનો બંધ મળ્યા હતા, જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 281 મકાનોમાં ભાડૂઆતો રહેતા હોવાનું ખૂલ્યું છે.