આઝાદીના પર્વે Gen-Z એ સ્વચ્છતા અને સેવાનો સંદેશ આપ્યો!
સામાન્ય રીતે આજની ‘Gen-Z’ પેઢી માટે એવી માન્યતા પ્રચલિત છે કે તેઓ માત્ર વાતો કે વિરોધ કરવામાં જ માને છે. પરંતુ પારુલ યુનિવર્સિટીના યુવાનોએ આ માન્યતાને ખોટી સાબિત કરી બતાવી છે.
કેમ્પસની બહાર વર્ષોથી જામતા ગંદકીના ઢગલાઓની માત્ર ફરિયાદ કરવાને બદલે, આ યુવા શક્તિએ જાતે મેદાનમાં ઉતરી સફાઈ અને સેવાનું બીડું ઝડપ્યું. દેશના આઝાદી પર્વની ઉજવણી માત્ર ભાષણોથી નહીં, પરંતુ વાસ્તવિક સેવા અને સ્વચ્છતા કાર્ય કરીને દેશભક્તિનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું. આ અભિયાનમાં વિદ્યાર્થીઓએ 8 ટ્રેક્ટર જેટલો કચરો એકત્રિત કરી આસપાસના વિસ્તારને સ્વચ્છ બનાવ્યો.
બદલાવની રાહ જોવા કરતાં પોતે જ બદલાવ બનીને Gen-Z એ સમાજને નવી દિશા ચીંધી છે.
Udhna, Surat | Aug 16, 2026