રાજકોટ: શાપર નજીકની કંપનીએ મંગાવેલ માલમાંથી અજગરનું બચ્ચું નીકળતા કર્મચારીઓમા ભારે અચરજ, ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું
Rajkot, Rajkot | Nov 29, 2025 આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ શાપરની એક કંપનીએ મંગાવેલ માલમાંથી અજગરનું બચ્ચું નીકળતાં કંપનીના કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બનાવ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા અજગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યું હતું. બચ્ચાનું રેસ્ક્યુ થઈ જતા કંપનીના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.