કાલોલ: કાલોલની હાઉસિંગ સોસાયટીના ગરબામાં નવમાં નોરતે જનમેદની ઉમટી: મોડી રાત સુધી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી
કાલોલની હાઉસિંગ સોસાયટી ખાતે આવેલા સુવર્ણ હોલ પરિસરમાં નવરાત્રીના અંતિમ દિવસે (નવમાં નોરતે) ગરબા રમવા માટે ખેલૈયાઓ અને નગરજનોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ સાથે નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ થઈ હતી. ખેલૈયાઓ પરંપરાગત આકર્ષક વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબાના તાલે ઝૂમવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણ હોલ ખાતે ભક્તિ અને આરાધનાના માહોલ વચ્ચે મોડી રાત સુધી ખેલૈયાઓએ માં અંબાની આરાધના કરી ગરબાનો ભરપૂર આનંદ માણ્યો હતો.નવરાત્રીના અં