શહેરા: શહેરા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી,ચૂંટણી અધિકારી પાર્થ પટેલે માહિતી આપી હતી
શહેરા તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા સોમવારે તાલુકા પંચાયત કચેરી ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ચૂંટણી અધિકારી પાર્થ પટેલની અધ્યક્ષતામાં અને અધ્યાસી અધિકારી દિનેશ ખેરની ખાસ ઉપસ્થિતીમાં યોજાયેલી આ ચૂંટણીમાં તમામ હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી,ચૂંટણી અધિકારી પાર્થ પટેલે માહિતી આપી હતી.