😥 જામનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ચોમાસામાં ઓછા વરસાદ અને ત્યારબાદ બે વખત પડેલા માવઠાથી મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે. હવે તેની અસર શિયાળુ વાવેતર પર પણ જોવા મળી રહી છે. દિવાળી બાદ પણ ખેડૂતો ચણા અને ઘઉંનું વાવેતર કરવામાં રસ દાખવી રહ્યા નથી. આ વર્ષે શિયાળુ વાવેતરમાં 70 ટકા સુધીનો ઘટાડો થવાની આશંકા છે.
ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં 3 લાખ 40 હજાર 118 હેક્ટર વિસ્તારમાં ચોમાસુ વાવેતર થયું હતું. બીજી તરફ પાણીના સ્ત્રોત ઘટતાં ખેડૂતોને શિયાળુ ખેતીમાં પણ મુશ્કેલી પડી રહી છે. વાવેતર ઘટવાથી આગામી સમયમાં કૃષિ પેદાશોના ભાવમાં વધારો થવાની શક્યતા છે.
[ jamnagar, jamnagar news, jamnagar farmers, winter crop, rabi crop, gujarat agriculture, crop damage, low rainfall, unseasonal rain, farming news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarcity #ilovejamnagar #jukeganahijamnagar
Rajkot, Rajkot | Nov 25, 2026