શહેરા: શહેરા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકેના વિરોધમાં મૌન રાખી પ્રદર્શન કરવામાં આવ્યો હતો
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ તથા પોતાના ઘમંડમાં ચકનાચૂર થઈને બોલેલા શબ્દોના વિરોધમાં શહેરામાં ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરા ભાજપ કાર્યાલય ખાતે મૌન રાખી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું,આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.