રાપર: રાપર પોલીસની વજેપરમાં ખુલ્લામાં ચાલતા જુગારધામ પર રેડ; ૮ ખેલીઓને ઝડપી લેવાયા
Rapar, Kutch | Apr 8, 2026 વજેપર ગામે બસ સ્ટેશનની સામે આવેલી દુકાન પાસે ખુલ્લામાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી જુગાર રમતા દિનેશભાઈ પુનાભાઈ કોલી, મનસુખભાઈ પાંચાભાઈ વડેચા. હમીરભાઈ ડાયાભાઈ રાઠોડ,નીલેશ રાઘુભાઈ કોલી, અજીત ઉમરભાઈ સોઢા ,વલીમામદ સીદીકભાઈ વાંઢા,વાલાભાઈ માદેવાભાઈ કોલી, રમેશ મોતીભાઈ કોલીને રંગેહાથ ઝડપી લીધા હતા..