હાલોલ: હાલોલની તુલસીવિલા સોસાયટીમાંથી ઘાયલ કપીરાજનું વન વિભાગ અને જીવદયા ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરાયુ હતુ
હાલોલના કંજરી રોડ પર આવેલ તુલસીવિલા સોસાયટીમાંથી તા.9 જૂન મંગળવારના રોજ એક ટેલિફોનિક સંદેશ મળ્યો હતો કે, સોસાયટીમાં એક કપીરાજ ઘાયલ અવસ્થામાં છે અને તેના શરીરમાંથી લોહી નીકળી રહ્યું છે.ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને સિદ્ધાંત જીવદયા ટીમના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમ દ્વારા ભારે જહેમત બાદ ઘાયલ કપીરાજને પાંજરામાં સુરક્ષિત રીતે પૂરી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો.