શહેરા: મોરવા(રેણા)ની સરકારી કર્મચારીઓની ધિરાણ સહકારી મંડળીની ૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી
શહેરા તાલુકાના મોરવા ગામે શહેરા તાલુકા સરકારી ખાતાના કર્મચારીઓની ધિરાણ સહકારી મંડળીની મોરવા(રેણા) ની ૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેની શરૂઆતમાં જીગ્નેશભાઈની દરખાસ્ત અને ઉમેશભાઈના ટેકાથી અધ્યક્ષની વરણી કરાઈ હતી,ત્યારબાદ ચેરમેન રાજેશભાઈએ તમામ સભ્યોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને ૧૩ જેટલા નિવૃત્ત સભાસદોનું પુષ્પગુચ્છ, સાલ અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. ભરતભાઈ પટેલે પ્રોસેડિંગ વાંચી સંભળાવતા ઉપસ્થિત સભ્યોએ સર્વાનુમતે બ્હાલી આપી હતી.