હાલોલ: હાલોલની આત્મવિલા સોસાયટીના રહીશો વીજળી ગુલ થઈ જતાં અડધી રાત્રે MGVCLની કચેરી પહોંચ્યા
હાલોલ બાયપાસ રોડ પર આવેલી આત્મવિલા સોસાયટીમાં MGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. વીજળી ગુલ થઈ જતાં અસહ્ય ગરમીથી પરેશાન રહીશોને તા.5 જૂન શૂર્કવારના રોજ અડધી રાત્રે વીજ કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. આ તરફ કચેરીના જવાબદાર અધિકારીઓ ફોન બંધ કરીને ચેનની ઊંઘ લઈ રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.