હાલોલ: જિલ્લા LCB પોલીસે હાલોલ તાલુકાના તલાવડી ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, એક આરોપી સામે કેસ નોંધાયો
હાલોલ તાલુકાના તલાવડી ગામેથી જિલ્લા LCB પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી રાકેશભાઈ બારીઆના ઘરે રેડ કરવામાં આવી હતી, જ્યાં મકાઈના સુકા પૂળાની આડમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો.આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.2,52,586 નો જથ્થો ઝડપી આરોપી વિરુદ્ધ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.